આભા કાર્ડ (ABHA Card) - આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ


 ABHA નંબર, PHR સરનામું, PHR એપ/હેલ્થ લોકરનું સંયોજન છે. આમ, તમે કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય માહિતી મોકલી શકો છો.

જ્યારે પણ તમે હોસ્પિટલની મુલાકાત લો ત્યારે તમારી સાથે મેડિકલ રિપોર્ટ્સ રાખવાથી મુશ્કેલી થતી હશે. તમારા તબીબી તમારી જૂની મેડિકલ હિસ્ટ્રી ટ્રૅક કરવી પડકારજનક બની જાય છે. આભા ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ તમારી તમામ તબીબી માહિતીને એક જગ્યાએ સંગ્રહિત કરી,આ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. તમે તમારો આઈડી નંબર ડોક્ટરો અને વીમા કંપનીઓ જેવા તબીબી વ્યાવસાયિકો સાથે શેર કરી શકો છો અને તે તરત જ તમારી તબીબી માહિતી જોઈ શકે છે.

જો તમે ABHA હેલ્થ આઈડી કાર્ડ માટેની અરજી કરી ડાઉનલોડ કરો તો તમે પણ નીચેના લાભો મેળવી શકો છો.

  • તમે તમારી બધી તબીબી માહિતી જેમ કે રિપોર્ટ, નિદાન, દવાના પ્રિસ્ક્રિપ્શનો વગેરે તમે સરળતાથી જાણી શકો છો.
  • તમે તમારા મેડિકલ રેકોર્ડને હોસ્પિટલો, ક્લિનિક્સ, ડૉક્ટરો સાથે સરળતાથી શેર કરી શકો છો.
  • તમે બીજા વિસ્તારોમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો.
  • તમે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (HPR) ને ઉપયોગ કરી શકો છો કેજે, ભારતના તમામ ડોકટરોની વિગતોનું સંકલન છે.
  • તમે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રીને પણ ઉપયોગ કરી શકો છો કે, જે ભારતમાં તમામ સરકારી અને ખાનગી તબીબી સુવિધાઓની લીસ્ટ છે.
  • આ કાર્ડમાં આયુષ સારવાર સુવિધાઓમાં પણ માન્ય છે. સારવારમાં આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનો પણ સમાવેશ થાય છે.

ABHA હેલ્થ આઈડી કાર્ડ માટેની અરજી કરવા આજે જ AtoZ ઓનલાઇન સેન્ટર ની મુલાકાત લ્યો અને આધાર કાર્ડ અને તેની સાથે લીંક કરેલ મોબાઇલ સાથે રાખવો.

 


Comments

Popular posts from this blog

RMC જુનિયર ક્લાર્ક - પગાર ધોરણ : ₹ 26,000/- થી શરૂ

જાણો પાસપોર્ટ અને વિઝા વચ્ચે શું તફાવત છે? પાસપોર્ટ બનાવવા માટે જરૂર ડોકયુમેંટ

તમારું મતદાન સ્થળ જાણવા લિંક