SEBC વિધાર્થીઓ માટે નવી યોજના જાહેર કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન અરજી
વિકસતી જાતિના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી / જી.પી.એસ.સી. / સ્ટેટ કમિશન / બેંક / એલ.આઇ.સી / ગૌણ સેવા પસંદગી મંડળ / રેલ્વે ભરતી બોર્ડ / સ્ટાફ સિલેકશન કમિશન / જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ -૧, ૨ અને ૩ ની રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.
તાલીમાર્થીઓને નીચે મુજબના ધારાધોરણના આધારે કોચિંગ સહાય મળવાપાત્ર રહેશે
મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
તાલીમાર્થી જે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ મેળવવા માંગતા હોય તે ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા લાગુ પડશે. તે શૈક્ષણિક લાયકાતમાં ૫૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.
તાલીમાર્થીને આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.
તાલીમાર્થીએ નીચે મુજબના ધારાધોરણ ધરાવતી સંસ્થા કોચિંગ સહાય માટે પસંદ કરવાની રહેશે
તાલીમાર્થીએ પસંદ કરેલ સંસ્થા GST/PAN નંબર ધરાવતી હોવી જોઇએ.
તાલીમ આપતી સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦, કંપની અધિનિયમ, ૧૯૫૬, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) વગેરે જેવા કોઇપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઇએ.
સંસ્થા ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઇએ.
સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઇએ.
રજુ કરવાના ડોક્યુમેંટ્સ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- ધો. ૧૦, ધો. ૧૨ અને સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
- ફી ની પોંહચ (GST No. સહિત)
- આવકનો દાખલો
Join Whatsapp Group👇👇
Join Telegram for Matireal 👇
એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર
ઉધીવાળા નાકા પાસે
ઝાલોરાપા મેઈન રોડ
જૂનાગઢ -૩૬૨૦૦૧
મો. 72111-25214
Comments
Post a Comment