અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના - અનાથ બાળકોને દર મહિને રૂ. ૩૦૦૦ની સહાય

ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ Director Social Defense ચાલે છે. જેના અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજનાઅમલીકૃત કરવામાં આવેલ છે. અનાથ બાળકોને દર મહિને રૂ. ૩૦૦૦ની સહાય આપવામાં આવે છે. લાભાર્થી બાળકોના બેક એકાઉન્‍ટમાં DBT મારફતે સહાયની રકમ ચૂકવાય છે.

 

પાલક માતા-પિતા યોજના માટે તેમના વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.


  • ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
  • જેમના માતા-પિતા બંન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
  • જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.

 

જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના માટે નિયમો અને ડોક્યુમેન્‍ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Required Document નીચે મુજબ નક્કી થયેલા છે.


  • બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C)
  • બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
  • જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
  • માતાએ પુનઃલગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલાની નકલ (Income Certificate)
  • બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્‍ટની પાસબુક
  • બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
  • બાળકના આધાર કાર્ડ ની નકલ
  • પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
  • પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ

નોંધ:- આવકના દાખલા માટે ગ્રામીણ વિસ્તાર માટે 27,000/- થી વધુ અને શહેરી વિસતાર માટે 36,000/- થી વધુની આવક હોવી જોઈએ.”palak mata pita yojana” માં માહિતી મેળવીને અરજી કરવી જોઈએ.


➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


Join Whatsapp Group👇👇


WHATSAPP GROUP


Join Telegram for Matireal 👇


FOR TELEGRAM GROUP


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 /15


 

 

 

Comments

Popular posts from this blog

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી