RTE 2024-25 - મફત શિક્ષણ ધોરણ 1 થી 8 યોજના - ફોર્મ તા.૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ સુધી - સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં...
RTE 2024-25 અંતર્ગત જરૂરી સૂચના
(મફત શિક્ષણ ધોરણ 1 થી 8 યોજના)
જે બાળકોનો જન્મ તા. 2.06.2017 થી 1.06.2018 ની વચ્ચે હોય તેવા આર્થિક નબળી જાતિના લોકો આ ફોર્મ ભરી શકશે...
આ ફોર્મ તા.૧૪/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ સુધી ભરી શકાશે
▪️જો લાગું પડતું હોય અને આપનાં બાળકનું ફોર્મ ભરવાનું હોય તો નીચે આપેલ તમામ વિગતોને ખાસ ધ્યાનથી વાંચશો.
▪️ R.T.E અરજી માટે ફરજીયાત ડોક્યુમેન્ટ
1 . બાળકનો પાસપોર્ટ સાઇઝ ફોટો
2 . બાળકનો જન્મનો દાખલો
3 . બાળકનું આધાર કાર્ડ
4 . માતા/પિતાનું આધાર કાર્ડ.
5 . બેંક પાસબુક ( બાળક/પિતા/માતા
કોઇપણનું )
6 . પિતાનો આવકનો દાખલો
(મામલતદારનો)
7 . એડ્રેસ પ્રૂફ માટે
▫️જો વાલીનું આધારકાર્ડ/પાસપોર્ટ/
લાઇટ બિલ/પાણી બિલ/ચૂંટણી
કાર્ડ હોય તો એડ્રેસ પ્રૂફ માં ચાલે.
▫️ જો ભાડેથી રહેતા હોય અને
ઉપરોકત પુરાવા પૈકી એકપણ
પુરાવો ન હોય તો રજિસ્ટર્ડ ભાડા
કરાર જ માન્ય રહેશે.
(નોટરી વાળું ભાડાકરાર માન્ય
રહેશે નહીં. જેની ખાસ નોંધ લેશો.)
8 . પાન કાર્ડ
9 . IT રિટર્ન (જો ઈનકમ ટેક્સ રિટર્ન
ભરતા હોય તો )
10 . આવક અંગેનું સેલ્ફ ડીક્લેરેશન ( જો
ઈનકમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય
અથવા આવક ઈનકમ ટેક્સ ભરવા
પાત્ર ન થતી હોય. )
▪️ R.T.E અરજી માટે મરજીયાત ડોક્યુમેન્ટ( જો ન હોય તો પણ ફોર્મ ભરી શકાય પરંતુ હોય તો પ્રવેશ મેળવવામાં અગ્રતા મળે. )
1 . અનાથ, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાવાળું
તેમજ બાલગૃહનું બાળક હોય તો CWC
(ચાઇલ્ડ વેલ્ફેર કમિટી) નો દાખલો.
2 . જે માતા-પિતાને એક માત્ર સંતાન હોય
અને તે માત્ર દીકરી હોય તો તે
અંગેનો નગરપાલિકાનો દાખલો.
3 . જો બાળકે સરકારી આંગળવાડીમાં
૨ વર્ષ અભ્યાસ કર્યો હોય તો
આંગળવાડીનો દાખલો.
4 . 0 થી 20 અંકવાળું BPL કાર્ડ
( જો લાગું પડતુ હોય તો )
▫️ જો BPL કાર્ડ હોયતો BPL કાર્ડમાં
જેટલા પણ નામ હોય તેટલા નામ
રેશનકાર્ડમાં હોવા જરૂરી અને તે
રેશનકાર્ડ ઓનલાઇન વધારાનાં
ડોક્યુમેન્ટનાં અપલોડ કરવું પણ
જરૂરી છે.
5 . પિતાનો જાતિનો દાખલો
( જો લાગું પડતુ હોય તો )
6 . પિતાનું પાન કાર્ડ
( જો ન કઢાવેલ હોય તો )
નોંધ:
1 . તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ જ
ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
2 . ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા
ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ
રીજેક્ટ થશે.
2 . ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ
પોતાની પાસે રાખવાની રહેશે. ક્યાંય
જમા કરાવવાની રહેશે નહીં.
3 . પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની
અગ્રતા, વાલીએ પસંદ કરલ શાળાની
અગ્રતા વગરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં
આવશે. જેની નોંધ લેશો.
➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️
Comments
Post a Comment