વિધવા સહાય યોજના - દર મહિને 1250/- ની સહાય - કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 1,20,000/-

વિધવા સહાય યોજનાનો હેતુ

સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અન્‍વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) ” કરવામાં આવ્યું છે. જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

આ યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને 1250/- ની સહાય આપવામાં આવે છે

વિધવા સહાય યોજના 2024 માટેની પાત્રતા

વિધવા સહાય યોજના કોને મળે? તેની પાત્રતા આવા પ્રશ્નો તમારા મનમાં હશે. પ્રિય વાંચકો આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.   

  • ગુજરાતના મુળના નાગરિક હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે.
  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.

Vidhva Sahay Yojana Documents

વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા નક્કી કરેલા છે. વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે મુજબના છે.

1. વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો

2. આધારકાર્ડ અને ફોટો

3. રેશનકાર્ડની નકલ

4. આવક અંગેનો દાખલો

5. સ્કૂલ લિવિંગ / જન્મ દાખલો

6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર

7. અરજદારની ઉંમર અંગેના પુરાવા (સિવિલ નો દાખલો)

8. બેંક ખાતાની નકલ

9. રેશનકાર્ડમાં જેટલા બાળકો હોય તેમના બધાના આધાર કાર્ડ અને જ્ન્મ પ્રમાણ



વિધવા સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો

        નિરાધાર વિધવા લાભાર્થીઓને પોતાની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે. જે નીચે મુજબ છે.

● વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી. તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર     સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

● વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે


Vidhva Sahay Yojana Online Check Status Gujarat । અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

ગુજરાત રાજ્યમાં વિધવા સહાય યોજનાની ઓનલાઈન અરજી કર્યા અરજીનું Status જાણી શકે છે. લાભાર્થીઓ જાતે ઘરે રહીને પોતાની અરજીનું Online Status પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર, નામ અને સેક્શન નંબર દ્વારા જાણી છે.

  1. સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/ આ વેબસાઈટ Open કરવી.
  2. NSAP  વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
  3. Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
  4. ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
  5. લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Status જાણી શકશે.
  6. Sanction Order No/Application No
  7. Application Name
  8. Mobile No.

➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️


એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 / 94090 55400 ( whatsapp ગ્રૂપ માં જોડાવા Join લખી મોકલવું )


Comments

Popular posts from this blog

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી