ડિલેવરી માટે મળશે કુલ રૂ.37,500 ની સહાય | શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2023 | મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય
બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે. આ લેખ માં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી. શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? (ડિલેવરી સહાય યોજના ગુજરાત) ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વિગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના. પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે. યોજના નો લાભ કોણ લઈ શકે? યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના નિયમો શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. ...