ડિલેવરી માટે મળશે કુલ રૂ.37,500 ની સહાય | શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2023 | મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય

 બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ માં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે.

આ લેખ માં શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? મળવાપાત્ર સહાય, જરૂરી ડોક્યુમેન્ટ, સહાય માટે અરજી કેવી રીતે કરવી વગેરે ની સંપૂર્ણ માહિતી જાણવા મળશે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિંનતી.

શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? (ડિલેવરી સહાય યોજના ગુજરાત)

ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વિગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના. પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે.

યોજના નો લાભ કોણ લઈ શકે?

યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના નિયમો

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.

  • લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી DBT થી સહાય આપવામાં આવે છે.
  • જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તેને પણ લાભ આપવામાં આવે છે. મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. (ગર્ભ રહયા પછી ૨૬ મા અઠવાડીયા પહેલા અથવા એટલી મુદ્દત દરમ્યાન મહિલા અરજદાર કે બાંધકામ શ્રમિકની પત્નીને કસવાડ થયેલ હોય તેવા જ કિસ્સામાં)
  • સહાય માટે અરજી કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી છ મહિના ની અંદર કરવાનો રહેશે.
  • નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ સહાય પહેલાની રૂ.17,500 /- સહાયમાં ૦૬ (છ)માં માસમાં અરજી કરવાની રહેશે તથા સર્જન/ગાયનેક સર્જન/ગાયનેક PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં) ડોકટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઈન્વર્ડ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા ૦૬ માસ (છ) પુર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ – Shramyogi Prasuti Sahay Yojana Benefits

  • નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેના કિરસામાં રૂ,6000 /-નો લાભ મળવાપાત્ર થશે,
  • નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસુતિ પુરતી, સગર્ભાવસ્થા દરમ્યાન કુલ-રૂ. 17,500/- તથા પ્રસુતિ થયા બાદ કુલ- રૂ.20,000 /- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવશે.
  • આમ, નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂ.37,500 /- સહાય ની ચુકવણી કરવામાં આવશે.

પ્રસુતિ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ – Required Documents Of Prasuti Sahay Yojana

>  E nirman card 
 Surgeon/Gynek PHC Approved Doctor's Certificate/Copy of Mamata Card (in case of registered female worker) 
 Birth certificate 
 Doctor certificate 
 Ration card 
 Aadhar card of the beneficiary 
 First page of bank passbook 
 Affidavit copy Where to get benefits from – 
 Apply online on Sanman portal 
 Visit district office of BOCW Board - https://bocwwb.gujarat.gov.in/schemes.htm

Working mechanism – 

The Workers need to apply on sanman portal
 If they have submitted physical form, district Project Manager would submit it online. 
 It would be then approved by district Nirikshak. 
 Then it would be submitted to state project manager of Head office. 
 It would then be approved by head office Govt Labour officer and then Member Secretary subsequently. 
 After approval of the application DBT would be done in workers account. 

➥ વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️🖥️




એ ટુ ઝેડ ઓનલાઈન સેન્ટર &CSC સેન્ટર (સરકાર માન્ય)

ઉધીવાળા નાકા પાસે

ઝાલોરાપા મેઈન રોડ

જૂનાગઢ -૩૬૨૦૦૧

મો. 72111-25214 /15




Comments

Popular posts from this blog

GCAS નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થઈ ચૂક્યું છે...

Staff Selection ભરતી - CHSL - લાયકાત: 12 પાસ - કુલ જગ્યાઓ: 3712 - Last Date - 07/05/2024

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી